IAF Agniveer Recruitment Registration: અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેના (IAF)એ પણ નોટિફિકેશન જારી કરી દીધી છે. આ પહેલા ઈન્ડિયન આર્મીએ નોટિફિકેશન જારી કહી હતી. એરફોર્સ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 24 જૂનથી 05 જુલાઈ સુધી ભરતી માટે રજિસ્ટ્રેશન થશે.
નોટિફિકેશન અનુસાર, ભરતી માટે ધોરણ 10 પાસથી લઈને ડિપ્લોમા હોલ્ડર અથવા વોકેશનલ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac.in પર શરુ થશે.
અહીં કરો અરજી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને સરળતાથી 24 જૂનથી અરજી કરી શકશે.
યોગ્યતા
– જનરલ ડ્યુટી (GD) સૈનિક ભરતી માટેની શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ
– વિવિધ કેટેગરીમાં ધોરણ 10-12 પાસ યુવાનોને તક
IAF Agneepath 2022: જુઓ જરુરી તારીખો
ફેઝ – 1
– રજિસ્ટ્રેશન શરુ થશે- 24 જૂન 2022
– રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ – 05 જુલાઈ 2022
– સ્ટાર એક્ઝામ (ઓનલાઈન) – 24 જુલાઈ 2022 થી 31 જુલાઈ 2022
– ફેઝ 2ના એડમિટ કાર્ડ જારી થવાની તારીખ – 10 ઓગસ્ટ 2022
ફેઝ – 2
– ફેઝ 2નું આયોજન – 21 ઓગસ્ટ 2022થી 28 ઓગસ્ટ 2022 સુધી
– મેડિકલ- 29 ઓગસ્ટ 2022થી 8 નવેમ્બર 2022
પરિણામ
– પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ- 1 ડિસેમ્બર 2022
– એનરોલમેન્ટ લિસ્ટ એન્ડ કોલ લેટર- 11 ડિસેમ્બર 2022
– એનરોલમેન્ટ પીરિયડ- 22 ડિસેમ્બર 2022થી 29 ડિસેમ્બર 2022
– કોર્સ શરુ થવાની તારીખ- 30 ડિસેમ્બર 2022
વય મર્યાદા
IAF માં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વય જૂથના ઉમેદવારોને પાત્ર ગણવામાં આવશે.
પગારધોરણ
– પ્રથમ વર્ષ – 30 હજાર રૂપિયા પ્રતિ માસ
– બીજું વર્ષ – 33 હજાર રૂપિયા પ્રતિ માસ
– ત્રીજું વર્ષ – 36.5 હજાર રૂપિયા પ્રતિ માસ
– ચોથું વર્ષ – 40 હજાર રૂપિયા પ્રતિ માસ
નોંધ: દર વખતે માસિક પગારમાંથી સેવાનિધિ પેકેજ માટે 30-30 ટકા કાપવામાં આવશે. આ 30 ટકા અગ્નિવીર કોર્પ્સ ફંડમાં જમા કરવામાં આવશે. આ ફંડમાં સમાન રકમ સરકાર તરફથી આપવામાં આવશે. અગ્નિવીરને 4 વર્ષની તાલીમ પૂરી થયા બાદ આ પૈસા મળશે.