કેટરિના કૈફ, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ, રણબીર કપૂરના લગ્ન બાદ હવે વધુ એક બોલિવૂડ કપલ લગ્ન માટે તૈયાર છે. જી હાં, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. મલાઈકા અને અર્જુન એકબીજાને ડેટ કર્યાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હવે આ કપલ તેમના સંબંધોને નામ આપવા તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા 2022ના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.
રિપોર્ટ્સનું માનીએ તો મલાઈકા અને અર્જુન આ શિયાળામાં નવેમ્બર અથવા ડિસેમ્બર સુધીમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે આ લગ્નમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે. રણબીર-આલિયા અને કેટરીના-વિકી કૌશલની જેમ તેમના લગ્ન પણ મુંબઈમાં સિક્રેટ રીતે યોજાશે. મલાઈકા અરોરા એક્ટર અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી બીજી વાર લગ્નના બંધનમાં બંધાશે.
રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા ભવ્ય રીતે લગ્ન કરવા માંગતા નથી. બંને સાદગીમાં વિશ્વાસ કરે છે અને તેથી તેઓ તેમના લગ્નને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક ભવ્ય પાર્ટીનું આયોજન કરશે. આ પાર્ટીમાં પરિવારના સભ્યો, નજીકના મિત્રો સામેલ થશે. કરીના કપૂર ખાન પણ આ કપલની ખૂબ જ નજીક છે, તેથી તેનું નામ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, મલાઈકા અને અર્જુન તેમના લગ્નના ડ્રેસ પર વધુ ખર્ચ કરશે નહીં. લગ્નના દિવસે મલાઈકા એક સાધારણ સાડીમાં, જ્યારે અર્જુન કપૂર એક કુર્તામાં જોવા મળી શકે છે.