અફગાનિસ્તાનના કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં કથિત રીતે 100 લોકની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી. અફગાનિસ્તાનનું ગૃહ મંત્રાલય હિંસા તેમજ હત્યાઓની આ ઘટનાઓ માટે તાલિબાનને જવાબદાર માની રહ્યું છે.
તે પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે તાલિબાને અફગાનિસ્તાનની 90 ટકા બૉર્ડર વિસ્તારો પર પોતાનો કબ્જો કરી લીધો છે. ગયા સપ્તાહે તાલિબાને સ્પિન બોલ્ડર જિલ્લા પર પણ હુમલો કર્યો હતો.
અફગાનિસ્તાનમાં શોકનો માહોલ
100 લોકોના મૃત્યુ થવાથી સમગ્ર અફગાનિસ્તાનમાં શોકનો માહોલ છે. જાણકારી અનુસાર આ 100 મૃતદેહો હજુ પણ જમીન પર જ પડેલા છે. તાલિબાનના કબ્જો કરાયા બાદ નાગરિકોના ઘરોને લૂંટી લીધા, ત્યાં પોતાના ઝંડા ફરકાવ્યા અને નિર્દોષોને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. જો કે, તાલિબાને આ મૃત્યુની જવાબદારી નથી લીધી. તેણે નાગરિકોની હત્યામાં કોઈ પણ પ્રકારની સંલિપ્તતાનો ઈનકાર કર્યો છે.
આંતરિક મંત્રાલયના પ્રવક્તા મીરવાઈસ સ્ટેનકઝઈએ કહ્યું, ‘પોતાના આકાઓ (પાકિસ્તાન)ના આદેશ પર ક્રૂર આતંકવાદીઓએ સ્પિન બોલ્ડકના કેટલાક વિસ્તારોમાં નિર્દોષ અફગાનોના ઘરો પર હુમલા કર્યા, ઘરોને લૂંટી લીધા અને 100 નિર્દેષ લોકોને શહીદ કરી દીધા. તેનાથી જ ક્રૂર દુશ્મના અસલી ચહેરાનો ખુલાસો થાય છે.’
ઘટના સાથે સંબંધિત એક વીડિયો ફુટેજ જારી
જણાવી દઈએ કે ગયા સપ્તાહે તાલિબાને સ્પિન બોલ્ડક પર કબ્જો કરી લીધો હતો અને ત્યાર બાદ તોડફોડ કરી હતી. ફ્રાન્સ 24એ આ ઘટના સાથે સંબંઘિત એક વીડિયો ફુટેજ જારી કર્યો જેમાં તાલિબાનના ઘણા સભ્યોના શહેરમાં તોડફોડ કરતા, ઘરોને લૂટતા અને સરકારી અધિકારીઓના વાહનોને જપ્ત કરતા જોવામાં આવ્યા, જે વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.