દેશમાં મોંઘવારી વધી રહી છે, જેની સાથે દેશના લોકોના ખિસ્સા પર પણ ભાર પડી રહ્યો છે. વધતી મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. ઇંધણ, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થતો જ રહે છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. એમાં હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.
આ મહિનાની શરૂઆતથી જ ઘણા બદલાવો આવી રહ્યા છે. પહેલા PGVCLએ ફ્યુઅલ સરચાર્જમાં 10 પૈસાનો વધારો કર્યો, હવે અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાતમાં ફરી એકવાર અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. CNGના ભાવમાં 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
પહેલા CNGનો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો, જે આજથી નવો ભાવ વધારો લાગૂ થતા CNGનો નવો ભાવ 85.89 રૂપિયા થઈ ગયો છે. આજથી આ નવો ભાવ લાગૂ થશે. આ નવા ભાવ વધારા સાથે CNGના વાપરતા નાગરિકોના ખિસ્સા પર બોજ વધશે.
ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધ્યા પછી ગ્રાહકો પર બોજો વધી ગયો હતો. હવે CNGમાં ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશના પાંચ રાજ્યો વિધાનસભાની ચૂંટણી ખતમ થઈ એ પછી ચૂંટણીના પરિણામની અસર દરેક વસ્તુના ભાવ પર પડવા લાગી છે.
વૈશ્વિક સ્તરે તેલના વધુ ભાવને કારણે દેશમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહયા છે. તો હવે CNGના ભાવ પણ વધી ગયા છે. આ સિવાય આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં આજથી અદાણીએ CNGના ભાવમાં વધારો લાગૂ કર્યો છે.