લખનઉ: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં લખનઉ ખાતે તેમની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં થયેલ ભારતના સાહસી મિશન પર આધારિત છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને ઘૂંટણમાં ઈજા પહોંચી. આમ છતાં પણ સિદ્ધાર્થ મલ્હોત્રાએ શૂટિંગ ચાલુ જ રાખ્યું. ફિલ્મ ‘મિશન મજનૂ’ વર્ષ 1970માં થયેલી વાસ્તવિક ઘટનાઓની વાર્તા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મમાં ઘણાં એક્શન સિક્વન્સ છે, અને એક એક્શન સિક્વન્સ કરતી વખતે સિદ્ધાર્થ મલ્હોત્રા ઈજાગ્રસ્ત થયા હતા. જમ્પી સિક્વન્સ દરમિયાન એક મેટલના ટુકડા સાથે તેમનો ઘૂંટણ અથડાયો અને તેઓ ઘાયલ થયા હતા, જોકે તેણે શૂટિંગ રોકીને આરામ ન કર્યો પરંતુ થોડું મેડિટેશન કર્યા બાદ એક્શન શૂટ પૂરો કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈજા થયા બાદ પણ 3 દિવસ સુધી શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું. મિશન મજનૂમાં સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં છે.
તમને જણાવી દઈએ કે મિશન મજનૂ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે સાઉથ સેંસેશન રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં જોવા મળશે.