એકવાર ફરીથી કોરોના વાયરસના સંકટના વાદળો સમગ્ર દેશ પર ઘેરાયા છે. આ ખતરનાક વાયરસની બીજી લહેર લોકોને ઝડપથી સંક્રમિત કરી રહી છે. જેમાં બોલિવુડની મોટી-મોટી હસ્તીઓ પણ સામેલ છે. આ બધા વચ્ચે બોલિવુડ અભિનેતા અમિત સાધે એક મોટો નિર્ણય લીધો છે.
અભિનેતા અમિત સાધે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકારી ખુદ અમિત સાધે પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં હું સોશિયલ મીડિયા પર કોઈપણ તસવીર કે વીડિયો શેર કરવા નથી માંગતો. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા છોડી રહ્યા છે.
અભિનેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું ઓફલાઈન જઈ રહ્યો છું. હાલની પરિસ્થિતિઓએ મારા પર એ અસર છોડી છે કે શું મારે પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરવા જોઈએ ? વિશેષરૂપમાં ત્યારે જ્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્ર કોવિડની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. સમગ્ર દેશ એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મને લાગે છે કે, મારા આ સમયની પોસ્ટ અને હું જે કંઈપણ કરૂ છું તે કોઈને મનોરંજન નહીં પુરૂ પાડી શકે.
આગળ પોસ્ટમાં અભિનેતાએ જણાવ્યું કે, આ કોઈની આલોચના નથી. સાથે જ પ્રાર્થના કરૂ છું કે બધું ઝડપથી ઠીક થઈ જાય. તો તેમણે એવા લોકોને મદદ કરવા અપીલ કરી છે જેઓ આર્થિક રીતે અસક્ષમ છે. કારણ કે તેઓ સૌથી વધુ પીડિત છે.