એક તરફી પ્રેમમાં સુરત શહેરમાં ફેનિલ નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની ચકચારી હત્યા કરી નાખી હતી. આ ચકચારી મર્ડર કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને બાદમામં સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
ત્યારે ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીએ સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં અીલ ફાઈલ કરવામાં આવી છે. આ અપીલ પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
આરોપી ફેનિલે હાઈકોર્ટમાં કરેલી પોતાની અપીલમાં રજૂઆત કરી છે કે સેશન્સ કોર્ટનો હુકમ ભૂલભરેલો છે, આથી એ હુકમને રદ કરવો જોઈએ. આ કેસમાં મે માસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારેલી છે. હાલ આરોપી ફેનિલ લાજપોર જેલમાં કેદ છે.
Advertisement
Advertisement