રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર ફ્યૂઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો થોપી દેવાયો છે. ફ્યૂઅલ સરચાર્જમાં પાંચ મહિનામાં બીજી વખત વધારો થતાં પ્રતિ યુનિટ 30 પૈસાનો બોજો વીજ વપરાશકારો પર પડ્યો છે. જેનાથી વીજ ગ્રાહકો પર દર મહિને 270 કરોડનું ભારણ આવશે.
ત્યારે ગુજરાતમાં વીજ દરમાં વધારા સામે આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ વીજળીના 100 યુનિટ પર 20 રૂપિયાના વધારાને પાછો ખેંચવા માગ કરી છે. એટલું જ નહીં વીજ દરમાં કરાયેલો વધારો પાછો નહીં ખેંચાય તો આપ રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે.
પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીએ વીજળીના વધેલા ભાવ અંગે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપે મોંઘવારીનો ડામ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી અને ભાજપ સરકાર વીજળીના ભાવમાં વધારો કરીને વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહી છે.
દેશ અને ગુજરતની જનતા અત્યારે મોંઘવારીમાં પીસાઈ રહી છે.
આમ જનતા રસ્તા પર નથી આવી શકતી માટે તેમના વતી અમે જરૂર પડે આંદોલન કરીશું..!@isudan_gadhvi pic.twitter.com/JYamnpmvzk
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 13, 2022
Advertisement
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ સરકારે ફરી વીજળીના ભાવમાં વધારો કરીને 1 કરોડ 30 લાખ લોકોને મોંઘવારીનો ડામ આપ્યો છે. જો સરકાર 100 યુનિટ વીજળીમાં 20 રૂપિયાના ભાવ વધારા ને પરત નહીં લે તો આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરીને આંદોલન શરૂ કરશે.
આ સરકારને પહેલા પણ ઘણા અહેવાલો આપવામાં આવ્યા છે અને જો સરકારે તે સહકાર સાથે કામ કર્યું હોત તો અત્યાર સુધીમાં ઘણા ફેરફારો આવી ગયા હોત. આ સરકાર ક્યારેય રજૂઆતમાં સમજતી નથી, અરજીઓમાં સમજતી નથી, જ્યારે કોઈ આંદોલન કરવા રસ્તા પર આવે છે ત્યારે તેને વિરોધ કરવા પણ દેતી નથી. આ લોકશાહીનું હનન છે.
ગુજરાતમાં ભાજપના રાજમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે.!
જનતા યોગ્ય સમયે ભ્રષ્ટ ભાજપને એનો રસ્તો બતાવી દેશે. :- @isudan_gadhvi pic.twitter.com/xwYW5Dc6uT
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 13, 2022
Advertisement
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપ અંગ્રેજોની પદ્ધતિ અપનાવી રહી છે. આ દેશની જનતાએ અંગ્રેજોને પણ ભગાડી દીધા હતા તો બીજેપી કયા ખેતની મુળી છે? આ વખતે ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટ ભાજપને ભગાડી દેશે.