દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ અને ઉત્તરાખંડ બાદ હવે ગોવામાં ફ્રી વિજળી આપવાનું એલાન કર્યું છે. કેજરીવાલે ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર 300 યૂનિટ ફ્રી વિજળી આપવાની જાહેરાત કરી છે. સાથે જ વિજળીના જૂના તમામ બિલ માફ કરવાનો પણ વાયદો કર્યો છે.
ગોવામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘દરેક પરિવારને દર મહિને 300 યૂનિટ સુધી વિજળી મફત આપવામાં આવશે. વિજળીના જૂના તમામ બિલ માફ કરવામાં આવશે. અમે 24 કલાક વિજળી આપશું. ખેડૂતોને ખેતી માટે ફ્રી વિજળી આપવામાં આવશે.’
કેજરીવાલે આગળ કહ્યું, ‘ગોવામાં રાજનીતિ ખુબ જ ખરાબ થઈ ગઈ છે. લોકોએ કોંગ્રેસની સરકાર બનાવવા માટે વોટ આપ્યા હતા અને સરકાર ભાજપની બની ગઈ. ગોવાના લોકો હવે સાફ રાજનીતિ ઈચ્છે છે.’
જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા 11 જૂલાઈએ કેજરીવાલ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. અહીં પણ તેમણે આ જાહેરાત કરી હતી. હકીકતમાં, ઉત્તરાખંડમાં થોડાક મહિના બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. આ કારણે કેજરીવાલ ઘણા રાજ્યોમાં જઈને આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.