ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી (AAP) એ કેટલીક બેઠકો ઉપર વિધાનસભા ચૂંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે. મળતી માહિતી અનુસાર, AAPના મોટા નેતાઓના નામ અત્યારે જાહેર નહીં થાય, કે તેમને ક્યાંથી ટિકિટ મળશે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP એ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જયારે પ્રદેશ અને દિગ્ગજ નેતાઓના નામ હાલ જાહેર નહીં કરે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી જેવા મોટા નેતાઓના નામ કદાચ નહીં હોય.
And, the #AAP releases the first list of ten candidates for #GujaratElections2022#BJP #Congress #Gujarat2022 pic.twitter.com/0M25qk7AzB
Advertisement— Rupashree Nanda (@rupashreenanda) August 2, 2022
AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
- ભેમાભાઈ ચૌધરી – દિયોદર
- જગમાલભાઈ વાળા – સોમનાથ
- અર્જુનભાઈ રાઠવા – છોટા ઉદેપુર
- સાગરભાઈ રબારી – બેચરાજી
- વશરામભાઈ સાગઠિયા – રાજકોટ (ગ્રામીણ)
- રામ ધડૂક – કામરેજ
- શિવલાલ બારસીયા – રાજકોટ દક્ષિણ
- સુધીરભાઈ વાઘાણી – ગારીયાધાર
- ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ નરોડા
- રાજેન્દ્ર સોલંકી – બારડોલી