ટેલીવિઝન પત્રકારિતા જગતમાંથી એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ટેલીવિઝન જગતના મોટા પત્રકાર રોહિત સરદાના હવે આ દુનિયામાં નથી રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આજે (30 એપ્રિલ) સવારે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થઈ ગયું.
થોડાક દિવસ પહેલા રોહિત કોરોના વાયરસથી સંક્રમિત પણ થઈ ગયા હતા પણ બાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રોહિત સરદાનાના નિધનથી પત્રકાર જગતમાં જોડાયેલા ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે રોહિત સરદાનાએ દેશની મોટી મીડિયા સંસ્થાઓમાં કામ કર્યું અને પોતાની અલગ ઓળખ બનાવી હતી.
રોહિત સરદાનાના નિધન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, ‘વરિષ્ઠ પત્રકાર શ્રી રોહિત સરદાનાજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ જનપક્ષીય પત્રકારિતાના અપ્રતિમ હસ્તાક્ષર હતા. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે તેઓ દિવંગત આત્માને શાંતિ તેમજ શોકાકુલ પરિજનોને આ અથાહ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ॐ शांति”
वरिष्ठ पत्रकार श्री रोहित सरदाना जी का निधन अत्यंत दुःखद है।
वह जनपक्षीय पत्रकारिता के अप्रतिम हस्ताक्षर थे।
प्रभु श्री राम से प्रार्थना है कि वह दिवंगत आत्मा को शान्ति व शोकाकुल परिजनों को यह अथाह दुःख सहने की शक्ति प्रदान करें।
Advertisementॐ शांति
— Yogi Adityanath (@myogiadityanath) April 30, 2021
રોહિત સરદાનાના નિધનને લઈ વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વીટર પર લખ્યું, ‘ખુબ જ ભયાનક સમાચાર છે. જાણીતા ટીવી ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું નિધન થઈ ગયું છે. આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પરિવાર પ્રતિ ગાઢ સંવેદના.’
More terrible news friends. Well known Tv news anchor Rohit Sardana has passed away. Had a heart attack this morning. Deep condolences to his family. RIP
— Rajdeep Sardesai (@sardesairajdeep) April 30, 2021
Advertisement