ગુજરાત સરકાર દ્વારા લોકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કેશોદ નગરપાલિકા ખાતે સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ તથા કેબીનેટ મંત્રી રાઘવજી પટેલના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી સેવા સેતું કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેશોદ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં નાગરીકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ લાવવા 14 ડિપાર્ટમેન્ટો દ્વારા 56 પ્રકારની કામગીરી સેવા સેતું કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતો.
Advertisement
Advertisement