“મહિલા કર્મ યોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપ કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંર્તગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સંયુકત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપ કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંર્તગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સબ પોલીસ અધિક્ષક, દહેજ પ્રતિબંધક અધિકારી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારીએ કાર્યક્રમની રૂપરેખા આપી કામકાજના સ્થળોએ જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સ્થાનિક ફરિયાદ સમિતિની કામગીરી અંગેની સમજ આપી હતી. પોલીસ અધિક્ષકની કચેરી-તાપીના કાયદા નિષ્ણાત એડ્વોકેટ દ્વારા વિવિધ કચેરીઓમાંથી હાજર રહેલ કર્મચારીઓને કાયદા અંગેનુ વિસ્તાર પુર્વક માર્ગદર્શન આપવામા આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા મહિલાઓને વિવિધ કાયદાની જાણકારી અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. તેમજ સમાજમાં મહિલાની વાસ્તવિક સ્થિતિ અને કાયદાની જાણકારી ન હોવાના ગેરફાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપસ્થિત મહિલાઓને જાગૃત કર્યા હતા.