ડાકોર પોલીસ સ્ટેશન ખાતે આવનાર મોહરમ અને રક્ષાબંધન તહેવારોને લઈને શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ હતી. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશનના પી.આઈની આગેવાની હેઠળ આવનાર મહોરમ અને રક્ષાબંધન પર્વને લઇ કાલસર, ધુણાદરા, ડાકોર અને આસપાસના દરેક ગામોના હિન્દૂ, મુસ્લિમ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ શાંતિ સમિતિ મિટિંગમાં આગેવાનો હાજર રહ્યા હતાં.
આવનારા દિવસોમાં આવતા મહોરમ અને રક્ષાબંધનને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોમીએકતા, ભાઈચારો જળવાઈ રહે જેને લઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આવનાર પર્વ સરકારના નિયમોની ગાઇડલાઇનનું પાલન કરવાં ખાસ સૂચના અપાવમાં આવી હસી.
Advertisement
રિપોર્ટ : કાલુ બડે, ઉમરેઠ
Advertisement