સુરત: સુરતના ડીંડોલી વિસ્તારમાં ગત રાત્રે ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ ફાટી નીકળી હતી. સિલિન્ડરમાં લીકેજ થતાં બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે એક જ પરિવારના સાત લોકો દાઝ્યા હતા.
આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, શનિવારની રાત્રે બનેલી ઘટના બાદ લોકોએ 108ને ફોન કરી તાત્કાલિક તમામને સિવિલ લઈ જઈ દાખલ કરાયા હતા. દાઝી ગયેલા તમામ એક જ પરિવારના અને એક જ રૂમમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
ગેસની સગડી પેટાવવા જતા થયેલા આ બ્લાસ્ટમાં બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત 7 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોએ 108ને ફોન કરી તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. એક રૂમના મકાનમાં રહેતા આ તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડીંડોલી વિસ્તારના આરડીનગર નવાગામમાં રહેતા આ પરિવારના મકાનમાં સીલીન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ આગ એટલી ભયાનક હતી કે, બાજુની રૂમને પણ ઝપટમાં લીધી હતી. આસપાસના રહેવાસીઓએ તાત્કાલિક અસરથી 108ને ફોન કરી તમામને સિવિલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી.