जन मन INDIA
slider news વિશ્વ

પાકિસ્તાનના કરાચીમાં થયો બ્લાસ્ટ, બે બાળકો સહિત ત્રણના મૃત્યુ, 4 લોકોને ગંભીર ઈજા

પાકિસ્તાનના કરાચી શહેરમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા અને બે બાળકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં થયો હતો. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે, આસપાસના વિસ્તારમાં પણ તેનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટવાળા સ્થળની આસપાસના વિસ્તારમાં આવેલી ઇમારતની બારીના કાચ પણ તૂટી ગયા છે.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોલીસે બે બાળકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. બીજી તરફ જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર (જેપીએમસી)ના ડિરેક્ટર સીમી જમાલીએ જણાવ્યું કે, બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ એક મહિલાના મૃતદેહને પણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય ચાર લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, આ ઇજાઓ કેટલી ગંભીર છે, તેની જાણકારી આપવામાં આવી નથી.

બોમ્બ સ્કવોડે બ્લાસ્ટની તપાસ કરી શરૂ

કરાચી પોલીસે કહ્યું છે કે, બોમ્બ સ્કવોડને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ હાલ સ્કવોડ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને નજીકમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

Related posts

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે અપાશે રેમડેસિવિર ઈન્જેક્શન, હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ravi chaudhari

Leave a Comment