રણવીર સિંહની ફિલ્મ ’83’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ચાહકોની આ રાહ આજે અમુક હદ સુધી પૂરી થઈ ગઈ છે. રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’83’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર ચાહકોની વચ્ચે શેર કર્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં ભજવી રહ્યા છે અને અભિનેત્રી દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવી રહી છે.
ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ઉત્તેજક છે, જેમાં રણવીર સિંહ એકદમ કપિલ દેવ જેવા દેખાઇ રહ્યા છે, તેઓ વર્ષ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ માટે લડતા જોવા મળે છે. તો ફિલ્મના બાકીના પાત્રો પણ કોઈથી ઓછા નથી. રણવીર સિંહની આ ફિલ્મનું ટ્રેલર 3 મિનિટ 47 સેકન્ડનું છે, જેમાં 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની કહાનીને દેશભક્તિ અને જુસ્સાની માળામાં પરોવીને દેખાડવામાં આવી છે.
ટ્રેલરમાં ફિલ્મની શાનદાર ઝલક
અલબત્ત ટ્રેલરની શરૂઆત વિદેશી ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમની નબળી સ્થિતિથી થાય છે, પરંતુ જેમ જેમ ટ્રેલર આગળ વધે છે તેમ તેમ ફિલ્મના પાત્રોની ભાવના દર્શકોનો જુસ્સો વધારે છે. આ ફિલ્મમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેવી રીતે ભારતીય ખેલાડીઓ વિદેશની ધરતી પર પોતાના દેશને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરે છે. સાથે જ અંતમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારતની ટીમ જીતે છે ત્યારે દેશભરમાં કેવી ઉજવણી કરવામાં આવે છે.
રણવીર સિંહના પરફોર્મન્સે ઉભા કરી દીધા રુંવાડા
આ ટ્રેલરમાં રણવીર સિંહની એક્ટિંગ દરેકના રુંવાડે ઉભા કરવાનું કામ કરી રહી છે, રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે અને તેમણે આ પાત્રને પૂરા જોશથી ભજવ્યું છે. બીજી તરફ દીપિકા પાદુકોણે એક પરફેક્ટ પત્નીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કરતાં રણવીરે લખ્યું, ‘અંડરડોગ્સની સાચી કહાની, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.’ સાથે જ, ચાહકોને પણ આ ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે.
The incredible true story of the underdogs who pulled off the unthinkable!#83Trailer in Hindi Out Now: https://t.co/3p6pO6X78q
83 RELEASING IN CINEMAS ON 24TH DEC, 2021, in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam. Also in 3D.#ThisIs83 pic.twitter.com/2xfTyz4Qz4
— Ranveer Singh (@RanveerOfficial) November 30, 2021
Advertisement
આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થશે
ચાહકોને ’83’નું ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે અને હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેને 3Dમાં પણ રિલીઝ કરવામાં આવશે.
આ સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે
ફિલ્મ ’83’માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઉપરાંત તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, પંકજ ત્રિપાઠી, હાર્ડી સંધુ, નિશાંત ધાહિયા, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, આદિનાથ કોઠારે, ધૈર્ય કરવા અને આર બદ્રી જેવા સ્ટાર્સ જોવા મળશે.