કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો કે તેમની પાર્ટી સત્તામાં આવી તો 20 ટકા સૌથી ગરીબ પરિવારોને વર્ષે 72 હજાર રૂપિયા ઓછામાં ઓછી આવકના રૂપમાં આપવામાં આવશે. એટલે કે દર મહિને 6 હજાર રૂપિયા.
આ જાહેરાતથી દેશના પાંચ કરોડ પરિવારોના લગભગ 25 કરોડ લોકોને ફાયદો પહોંચશે. હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે સૈદ્ધાંતિક રીતેથી આવુ કરવું તો સંભવ છે પરંતુ તેના માટે ખર્ચ થનારા 3.6 લાખ કરોડ રૂપિયા ક્યાંથી આવશે. એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યુ.
કેટલાક એક્સપર્ટ્સના અનુસાર ન્યૂનતમ આવક આપવા માટે 3.6 લાખ કરોડ ક્યાંથી આવશે. જો તેની સાથે વિભિન્ન યોજનાઓમાં આપવામાં આવી રહેલી સબ્સિડીને ચાલુ રાખવામાં આવી તો સરકારનું નુકસાન ઘણુ વધારે થઈ જશે. એ પણ નિશ્ચેત નથી કે ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં એ નક્કી કેવી રીતે થશે કે કોની આવક ગરીબી રેખાથી નીચી છે.
વર્ષ 1971ના આંકડાઓ અનુસાર દેશની કુલ આબાદી 54.8 કરોડમાં 31 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવન નિર્વાહ કરી રહ્યા હતા. જ્યારે વર્ષ 2019માં ભારતની જનસંખ્યા 136 કરોડ છે અને 35 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરી રહ્યા છે.