1956 Viral Advertisement: જેમ-જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે, એમ-એમ નવી ટેક્નિકોનો પણ વિકાસ થઈ રહ્યો છે. રોજમર્રાની જરૂરિયાતોનો સામનો પણ એ પ્રમાણે સારો અને અપગ્રેડ થઈ રહ્યો છે. જોત જોતામાં દરેક ચીજની ટેક્નિક બદલાવવાથી તે મશીન કે સામાન દિવસે દિવસે હાઈટેક થતો જઈ રહ્યો છે. એવામાં તમે તમારા ઘર પર ઉપયોગ થઈ રહેલા ફ્રિજને જ લઈ લો.
વાયરલ થઈ રહી છે જાહેરાત
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે 66 વર્ષ જૂના ફ્રિજ (66 year old fridge)ને દેખાડી રહ્યા છે અને વિશ્વાસ કરો કે તમે જ્યારે આ ફ્રિજને જોશો તો તમે મૉડર્ન ફ્રિજ (Old fridge vs modern fridge)ને ભૂલી જશો.
હકીકતમાં @lostinhist0ry નામના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં 66 વર્ષ પહેલાના એક ફ્રિજની જાહેરાત (66 year old fridge advertisement) દેખાડવામાં આવી છે. 1 મિનિટ 17 સેકન્ડના આ વીડિયોમાં તમને બે વાતો જરૂર ચોંકાવશે, પહેલા એ કે તે 1956નો એડવર્ટીઝમેન્ટ (1956 Fridge advertisement) અને બીજી એ કે તે સમયના ફ્રિજની સિસ્ટમ કેવી રીતે કામ કરતી હતી.
Why’s this 66 year old fridge better than the one I got now pic.twitter.com/oFfu1CFfvI
— Lost in history (@lostinhist0ry) July 22, 2022
Advertisement
હેરાન કરી દેશે સુવિધાઓ
હવે જ્યારે તમે જાહેરાત જોઈ ચૂક્યા છો તો એ પણ જાણી ચૂક્યા હશો કે જ્યારે ભારતના ગામમાં વિજળીના થાંભલા પણ નહોતા તે દાયકાઓ પહેલા અમેરિકા અને યૂરોપમાં જાહેરાત જગત એક મોટા નફાનો કારોબાર હતો, તો ચાલો હવે આ ફ્રિજની ખાસિયત તમને જણાવીએ છીએ. જો કે આ એક સિંગલ ડોર ફ્રિજ છે પણ તેની અંદર એટલા ખાંચા છે કે આજના જમાનામાં તમને ફ્રિજની અંદર એટલી જગ્યા મળવી કોઈ સપના જેવું હશે.