નર્મદા: ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થયું હતું. જેમા નર્મદા જિલ્લાનું પરિણામ 62.41 ટકા જાહેર થયું હતું. જેમાં 7231 પૈકી A-1 ગ્રેડમાં માત્ર 16 જ વિદ્યાર્થીઓ આવ્યા છે.
જ્યારે 7 સ્કૂલોનુ 100%પરિણામ આવ્યું છે. બે સ્કૂલોનું પરિણામ શૂન્ય (0)%પરિણામ આવ્યું છે. જ્યારે 30%થી ઓછા પરિણામવાળી 9 સ્કૂલો આવી છે. કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ સેલંબા કેન્દ્રનું પરિણામ 77.36 ટકા આવ્યું છે.
જ્યારે સૌથી ઓછુ પરિણામ ડેડીયાપાડા કેન્દ્રનું 46.04% જાહેર થયું છે. નર્મદા જિલ્લાના કુલ પરિણામની વિગત જોતા નોંધાયેલા 7383 વિદ્યાર્થીઓ પૈકી એ-વન ગ્રેડમાં માત્ર 152 વિદ્યાર્થી, જ્યારે B-1માં 537, B-2માં 1129, C-1માં 1615, C-2માં 998, D-ગ્રેડમાં 66 અને E-1માં શૂન્ય, E-1 ગ્રેડમાં 1238, E-2માં 1480 અને નાપાસ 4513 થયાં હતા. જિલ્લાનું કુલ પરિણામ 62.41% આવ્યું છે.