5G નેટવર્કની રાહ ટૂંક સમયમાં ખતમ થઈ શકે છે. એરટેલ આ મહિને એટલે કે ઓગસ્ટમાં જ 5G સેવા શરૂ કરવા જઈ રહી છે. જયારે Jio એ સ્વતંત્રતાના અમૃત ઉત્સવ સાથે Jio 5G લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં એક સવાલ આવે છે કે 5G માટે કેટલા પૈસા ખર્ચવા પડશે? Vi (Vodafone Idea) એ આ મામલે માહિતી આપી છે.
ગુરુવારે, કંપનીના ટોચના અધિકારીઓએ 5G પ્લાન અને કિંમતો વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ માટે યુઝર્સને 4G કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.
5G સર્વિસ 4G કરતાં પ્રીમિયમ કિંમતે વધુ ડેટા બંડલ સાથે આવશે. વોડાફોન આઈડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રવિન્દ્ર ટક્કરે આ માહિતી આપી છે.
કેટલી કિંમતે આવશે 5G સર્વિસ?
તેમણે કહ્યું કે કંપનીએ 5G સ્પેક્ટ્રમ મેળવવા માટે સારી એવી રકમ ખર્ચી છે, જેના કારણે 5G સેવા પ્રીમિયમ પ્રાઈઝ પર આવશે. આ વર્ષના અંત સુધીમાં ઓવર ઓલ ટેરિફની કિંમત પણ વધી શકે છે.
રવિન્દ્ર ટક્કરે કહ્યું, ‘વાસ્તવિકતા એ છે કે સ્પેક્ટ્રમ પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે, અમે માનીએ છીએ કે 4Gની સરખામણીમાં 5G સેવા પ્રીમિયમ પ્રાઈઝ પર આવશે. પ્રીમિયમ પ્રાઈઝ પર 5G સાથે, તમને વધુ ડેટા પણ મળશે. કારણ કે આના પર તમે 4G કરતા વધુ ડેટા ખર્ચ કરશો.’
5G માટે કર્યા આટલા કરોડ ખર્ચ
તેમણે કહ્યું કે 5G નેટવર્ક પર ડેટાનો ખર્ચ યુઝર્સ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર નિર્ભર રહેશે. વોડાફોન આઈડિયાએ રૂ. 18,800 કરોડ ખર્ચીને 17 શહેરો માટે 3300 MHz (મિડ બેન્ડ) અને 16 સર્કલ માટે 26GHz બેન્ડ ખરીદ્યા છે.
કંપનીએ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં 4G સ્પેક્ટ્રમ પણ હસ્તગત કર્યું છે. નવા સ્પેક્ટ્રમ માટે, કંપનીએ દર વર્ષે 1,680 રૂપિયાનું ઇન્સ્ટોલેશન ચૂકવવું પડશે. કંપની હજુ ખોટમાં ચાલી રહી છે.
4G પ્લાન પણ થઈ શકે છે મોંઘા
ટેલિકોમ કંપનીઓએ પણ ગયા વર્ષના અંતમાં ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. આ વર્ષે પણ કંપનીએ ટેરિફમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.
જો કે હજુ સુધી તેમાં કોઈ મોટો વધારો થયો નથી. Jio એ અમુક પ્લાન્સમાં ચોક્કસપણે ફેરફાર કર્યા છે. શક્ય છે કે 5G પ્લાન લૉન્ચ થવાની સાથે 4G ટેરિફની કિંમતો પણ વધી શકે છે.