પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના કલબુર્ગીમાં યોજનાઓના શિલ્યાન્યાસ અને લોકાર્પણ બાદ આયોજિત રેલીમાં રાજ્યની કોંગ્રેસ અને જેડીએસ સરકાર પર પ્રહાકો કર્યા. તેઓએ કહ્યું કે 56 ઈંચનું નામ સાંભળતા જ કોંગ્રેસની ઉંઘ ઉડી જાય છે.
કર્ણાટકની જનતા સાથે વિશ્વાસઘાત કરી કોંગ્રેસ સત્તામાં પહોંચી છે અને અહીંના સીએમ રિમોટથી ચાલે છે. જનસભામાં મોદીએ કહ્યું કે, આજે કર્ણાટક માટે 1000 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ થયો છે. પહેલા રાયચૂરમાં ફક્ત અઢી એકડમાં જે પેટ્રોલ ડેપો ફેલાયો હતો તે હવે 56 એકડથી વધારેની જમીન પર બનાવવામાં આવી રહ્યો છે. 56 શબ્દ સાંભળતા જ કોંગ્રેસવાળાની ઉંઘ ખરાબ થઈ જાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગઈ વખતે ચૂંટણી દરમિયાન તમારી વચ્ચે આવ્યો હતો. ત્યારે તમને કહ્યું હતુ કે સામાન્ય જનોના વિકાસમાં કોઈ કસર નહીં છોડુ. જ્યારથી તમે પ્રધાનસેવકનું દાયિત્વ સોંપ્યુ છે ત્યારથી કેન્દ્ર સરકાર કર્ણાટક માટે ઘણા કામ કરી રહી છે. તેઓએ કહ્યું કે, વિપક્ષના લોકો એકઠા થઈ રહ્યા છે મોદીને હટાવવા માટે અને મોદી મેહનત કરી રહ્યા છે આતંકવાદને હટાવવા માટે.
તેઓએ કહ્યું કે, ખેડૂતો માટે 70 વર્ષોમાં કોઈએ નથી વિચાર્યું. અમે સીધા ખાતમાં રકમ મોકલવાની યોજના બનાવી, પરંતુ અહીંની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારે ખેડૂતોની સૂચી અત્યાર સુધી નથી મોકલી. આ કારણે રાજ્યના લાખો ખેડૂતો અત્યાર સુધી યોજનાથી વંચિત છે.