ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીની અનેક ફરિયાદો સામે આવતા PGVCLની 35 જેટવી વિજિલન્સની ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ બે દિવસમાં આશરે 820 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વીજ ચોરી ઝડપી કુલ 54.50 લાખનો દંડફાટકારતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ધ્રાંગધ્રા વિભાગીય કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે અને PGVCLની ટીમો દ્વારા કોઈ પણ શેહસરમ રાખ્યા વગર ચેકિંગ કામગીરી ચાલુ રહેશે.
Advertisement
Advertisement