દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ મેચ પણ રમાવાની છે.
ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. તમામ જિલ્લા અને શહેર પોલીસને એલર્ટ પર રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે. ત્યારે ફરી એકવાર પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ જિલ્લા અને શહેર પોલીસને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા મુંબઈમાં પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. યાસિન મલિકને સજા ફટકારવામાં આવ્યા બાદ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, જેને લઈ હવે ગુજરાતમા્ં એલર્ટ અપાયું છે.