નવી દિલ્હી : તમે દરરોજ હેકિંગના સમાચાર સાંભળતા હશો. પરંતુ આ વખતે જે સમાચાર આવ્યા છે તે તમને ચોંકાવી દેશે. જોકે એક ઓનલાઇન હેકિંગ ફોરમે દાવો કર્યો છે કે તે 300 કરોડથી વધુ ઈ-મેઇલ અને પાસવર્ડ લીક કરી ચૂક્યા છે.
આ યૂઝર્સનો ડેટા લીક થયો
ઑનલાઇન હેકિંગ ફોરમે એ પણ દાવો કર્યો છે કે આ તમામ એકાઉન્ટ્સનો ડેટા એક જ જગ્યા પર રાખવામાં આવ્યો છે. જેમાં LinkedIn, Minecraft, Netflix, Badoo, Pastebin અને Bitcoinના યૂઝર્સ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે હેકિંગનો શિકાર તે યૂઝર વધુ બન્યા, જે નેટફ્લિક્સ અને ગૂગલ માટે એક જ પાસવર્ડ ઉપયોગ કરી રહ્યા હતા.
ડેટા લીકને આપવામાં આવ્યું આ નામ
સાઇબરન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ડેટા નેટફ્લિક્સ, LinkedIn અને બિટકૉઇન જેવા પ્લેફોર્મ્સથી થયો છે. આ ડેટા લીકને Compilation of Many Breaches કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, લીક ખયેલા ડેટાને પાસવર્ડ પ્રોટેક્ટેડ કન્ટેનરમાં એક જગ્યા રાખવામાં આવી છે.
આ પહેલા વર્ષ 2017માં પણ 100 કરોડથી વધુ લોકોનો ડેટા લીક થયો હતો. જેમાં query.sh, sorter.sh અને count-total.shનો ડેટા લીક થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડેટા લીક પણ વર્ષ 2017 જેવો જ છે. તે સમયે પ્લેન ટેક્સ્ટમાં 100 કરોડથી વધુ લોકોનો ડેટા લીક થયો હતો.
આવી રીતે જાણો તમારૂ એકાઉન્ટ હેક થયું હતું કે નહીં?
સૌથી પહેલા તો તમે તાત્કાલિક પાસવર્ડ બદલી નાખો. આ સિવાય તમે haveibeenpwned.com અને cybernews.com/personal-data-leak-check વેબસાઇટ પર જઇને તપાસ કરી શકાય છે કે તમારો ડેટા લીક થયો ચૂક્યો છે કે સુરક્ષિત છે.