ભારતમાં હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થતા જોવા મળી રહ્યા છે. કોરોનાના નવા કેસોની રફ્તાર ઘટીને સાત હજારની નીચે પહોંચી ગઈ છે. જ્યારે, મૃત્યુનો આંકડો પણ થોડો નીચે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજાર 990 કેસ સામે આવ્યા છે.
જ્યારે આ દરમિયાન 190 લોકોના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે 24 કલાકમાં 10 હજાર 116 લોકો સાજા થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 543 પર પહોંચી ગઈ છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં 1 અરબ 23 કરોડ 25 લાખ 02 હજાર 767 ડોઝ લગાવવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 18 હજાર 299 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 4 લાખ 68 હજાર 980 લોકોના મૃત્યુ આ વાયરસના કારણે થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 10 લાખ 12 હજાર 523 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
કોરોનાના કુલ કેસ- ત્રણ કરોડ 45 લાખ 57 હજાર 882
કુલ ડિસ્ચાર્જ- 3 કરોડ 40 લાખ 18 હજાર 299
કુલ એક્ટિવ કેસ- 1 લાખ 543
કુલ મૃત્યુ- 4 લાખ 68 હજાર
કુલ રસીકરણ- 123 કરોડ 25 લાખ 02 હજાર 767 ડોઝ આપવામાં આવ્યા
જણાવી દઈએ કે સોમવારે કોરોના સંક્રમણના આઠ હજાર નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 9 હજારથી વધારે લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા હતા. જો કે, આ દરમિયાન 236 લોકોના મૃત્યુ થયા હતા. એક્ટિવ મામલે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.