લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન થઈ રહ્યું છે. 3 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થઈ ચૂક્યું છે. સૌથી વધારે બંગાળમાં 67% મતદાન થયું છે.
પહેલા આ ચરણમાં 14 રાજ્યોની 114 સીટો પર મતદાન થવાનું હતુ. બીજા ચરણમાં સુરક્ષા કારણોના કારણે ત્રિપુરાની ઈસ્ટ ત્રિપુરા સીટ પર મતદાન નહોતુ થઈ શક્યુ. આ સીટને પણ ત્રીજા ચરણામાં સામેલ કરવામાં આવી છે.
ગુજરાતની 26 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 51% મતદાન નોંધાયું છે. સરેરાશ 57.73 ટકા મતદાન સાથે વલસાડમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.
Advertisement
Advertisement