जन मन INDIA
slider news વિશ્વ

ઈન્ડોનેશિયાઃ ભૂસ્ખલનના કાટમાળમાં 21 લોકો દબાયા હોવાની આશંકા, બચાવ કાર્ય જારી

પૂર્વી ઈન્ડોનેશિયાના સુદૂર વિસ્તારમાં થયેલા ભૂસ્ખલન બાદ કાટમાળમાં દબાયેલા લગભગ 21 લોકોની શોધખોળ માટે બચાવકર્મિઓએ મંગળવારે પણ પ્રયાસ જારી રાખ્યા.

દક્ષિણપૂર્વી એશિયાઈ રાષ્ટ્ર અને પડોસના પૂર્વી તિમોરમાં ખરાબ હવામાનના કારણે ભૂસ્ખલનથી લેમ્બાતા દ્વીપસમૂહમાં ઘણા ગામ પ્રભાવિત થયા. ઈનડોનેશિયાની રાષ્ટ્રીય આપદા એજન્સીએ ઓછામાં ઓછા 67 લોકોના મૃત્યુની પુષ્ટિ પહેલાથી કરી દીધી છે.

બચાવ કાર્ય જારી, ભારે વરસાદના કારણે બાધિત થઈ રહ્યું છે કામ

સેંકડો પોલીસ, સૈનિકો અને નિવાસિયોએ હાથ, પાવડા અને કોદાળીની મદદથી દબાયેલાની શોધખોળ માટે કાટમાળ હટાવ્યો. ભારે વરસાદના કારણે આ પ્રયાસ બાધિત થયો. આ દરમિયાન માટીમાં દટાયેલા કેટલાક મૃતદેહો પણ કાઢવામાં આવ્યા.

ભૂસ્ખલન ઉપરાંત ઉષ્ણકટિબંધીય તોફાનના કારણે ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ઈન્ડોનેશિયામાં ઓછામાં ઓછા 128 લોકોની અને પૂર્વી તિમોરમાં 27 લોકોના મૃત્યુ થઈ ગયા.

જ્યારે હજારો ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયા અને હજારો લોકો આપદાઓમાં વિસ્થાપિત થઈ ગયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તોફાન ઑસ્ટ્રેલિયા તરફથી દક્ષિણમાં રવાના થતા પહેલા ઘણા દિવસો સુધી ક્ષેત્રોને પ્રભાવિત કરવાનું જારી રાખશે.

ઈન્ડોનેશિયાઈ આપદા અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 72 લોકો લાપતા છે.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment