- ECONOMY, slider news

હવે TV જોવું થયું સસ્તુ, TRAIના ચેરમેને જણાવ્યું કેટલો થશે ચાર્જ

ભારતમાં લગભગ 20 કરોડ ઘરોમાં ટીવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધ્યક્ષ આર.એસ.શર્માએ જણાવ્યું હતું કે, ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને દરેક ચેનલ માટે દર મહિને 12 રૂપિયા લેવામાં આવશે. અગાઉ તેની કિંમત 19 રૂપિયા હતી. જો સબ્સ્ક્રાઇબર્સને ચેનલ બુકેમાં મળશે, તો તેની મહત્તમ કિંમત ચેનલ દીઠ 12 રૂપિયા થશે. તેમણે વધુમાં કહ્યું કે અગાઉ કેટલીક ચેનલો માટે ગ્રાહકો પાસેથી પાંચ રૂપિયા લેવામાં આવતા હતા, જે બાદમાં 19 રૂપિયા થઈ ગયા હતા. એસડી અને એચડી બંનેની સમાન કિંમત હતી.

  • એકથી વધારે કનેક્શનમાં થશે વધારે બચત

ભારતમાં લગભગ 60 લાખ ઘરોમાં એકથી વધુ જોડાણો છે. નવા નિયમોની સાથે આવા ગ્રાહકો દર મહિને પૈસાની બચત પણ કરી શકશે. એકથી વધુ કનેક્શનવાળા ગ્રાહકો દર મહિને 98 રૂપિયાની બચત કરી શકશે. અગાઉ ગ્રાહકોએ દરેક કનેક્શન માટે રૂ.130 ચૂકવવા પડતા હતા. જ્યારે નવી પોલિસી અંતર્ગત, પ્રથમ કનેક્શન માટે 130 રૂપિયા અને બીજા અને ત્રીજા જોડાણ માટે 130 રૂપિયાના 40 ટકા, એટલે કે જોડાણ દીઠ 52 રૂપિયા આપવા પડશે.

  • આ રીતે દર મહિને બચાવી શકે છે 80 રૂપિયા

ટ્રાઇના સેક્રેટરી એસ કે ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યુ ટેરિફ ઓર્ડર (એનટીઓ) જારી કરવામાં આવ્યો હતો, ત્યારે ગ્રાહકો રૂ.130 રૂપિયા એનસીએફ ચૂકવીને 100 ચેનલો જોતા હતા. ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સ (ડીપીઓ)ના પ્રતિસાદ અનુસાર, મોટાભાગના ગ્રાહકોએ લગભગ 200 ચેનલો પર સબ્સ્ક્રાઇબ કર્યું છે. એટલે કે, 200 ચેનલોમાંથી 100 ચેનલો જોવા માટે, ગ્રાહક 130 રૂપિયા ચૂકવતા હતા. જ્યારે, બાકીની 100 ચેનલો માટે, 25 ચેનલોના સ્લેબમાં 20-20 રૂપિયા કરીને 80 રૂપિયા નેટવર્ક ક્ષમતા ફી તરીકે ચૂકવણી કરતા હતા. નિયમોમાં પરિવર્તન આવ્યા બાદ હવે આ શુલ્ક લેવામાં આવશે નહીં. એટલે કે, ગ્રાહકોના 80 રૂપિયા બચાવાશે અને 200 ચેનલો ફક્ત 130 રૂપિયામાં જોઈ શકશે.

  • ટેલીવિઝન પ્રસારણકર્તાઓએ કરી હતી આલોચના

તાજેતરમાં, ટ્રાઇએ તેના ઓર્ડરમાં ચેનલની મહત્તમ કિંમત અગાઉના 19 રૂપિયાથી ઘટાડીને 12 રૂપિયા મહિના સુધી કરી હતી. શુક્રવારે ટેલિવિઝનના પ્રસારણકર્તાઓએ ટેરિફ અંગેના ટ્રાઇના નવા આદેશની ટીકા કરતા કહ્યું હતું કે, આ પગલાથી કન્ટેન્ટના નિર્માણમાં ખતરો વધશે અને ઉદ્યોગને અસર થશે. ભારતીય બ્રૉડકાસ્ટિંગ ફાઉન્ડેશન (આઈબીએફ)ની આગેવાની હેઠળના ટેલિવિઝન પ્રસારણકારોએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઉદ્યોગની ચિંતા વ્યક્ત કરી હતી.

  • આઈબીએફ અધ્યક્ષે આપ્યું હતું નિવેદન

આ સંદર્ભમાં આઈબીએફના પ્રમુખ અને સોની એન્ટરટેનમેન્ટના વડા એનપી સિંહે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ટેરિફ ઓર્ડર આવ્યા બાદ વસ્તુઓને સમાયોજિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં, ટેરિફ રેટને નિયંત્રિત કરવા માટે કોઈ નવા ઓર્ડરની જરૂર નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *