14-15 જાન્યુઆરીએ શહેરના આ ઓવરબ્રિજ પરથી ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ
- CURRENT AFFAIRS, slider news

14-15 જાન્યુઆરીએ શહેરના આ ઓવરબ્રિજ પરથી ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ

સુરત પોલીસ દ્વારા મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં બે દિવસ માટે સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પરથી ટુ-વ્હીલર વાહન ચાલકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામું ધારદાર દોરાના કારણે વાહન ચાલકોને થતી ગંભીર ઈજા અને લોકોની સલામતી તેમજ સુરક્ષાના ભાગરૂપે બહાર પાડવામાં આવ્યું છે તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, દર વર્ષે પતંગની ધારદાર દોરીને કારણે અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ઉતરાયણ પર્વના દિવસે સવારે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હિલર પર પ્રતિબંધ છે.

જેમાં 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જો કોઈ બ્રિજ પરથી બંને દિવસે પસાર થશે તો IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પરિપત્રમાં ઉલ્લેખ છે. મકરસંક્રાંતિનું પર્વ શહેરીજનો માટે શાંતિભર્યા માહોલમાં પસાર થાય તે આશ્રયથી સ્થાનિક પોલીસ અને એસઆરપી જવાનને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *