- CURRENT AFFAIRS, slider news

સોનિયા ગાંધીનો કેન્દ્ર પર હુમલોઃ CAA પર મોદી-શાહ કરી રહ્યાં છે દેશને ગુમરાહ

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનો પર ચર્ચા કરવા બોલાવેલી વિપક્ષી દળોની બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે અને નફરત ફેલાવી રહી છે.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર લોકોને ધર્મના આધારે વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે કોંગ્રેસ માટે ઝટકા સમાન એ વાત હતી કે વિપક્ષની આ બેઠકમાં માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં સામેલ થયા નહોતા.

સોનિયા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહ પોતાના વચનોથી ફરી ગયા છે. જેએનયુ, બીએચયુ અને જામિયાને લઇને ઉલ્લેખ કરતાં કહ્યું કે લોકોએ તેમનો આતંક જોયો છે. મોદી-શાહની સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *