- CURRENT AFFAIRS, slider news

એ લપેટ! ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડીયામાં પરિવાર સાથે ચગાવશે પતંગ

અમદાવાદઃ ઉતરાયણ ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ઉતરાયણના દિવસે ઘાટલોડીયા વિધાનસભાના કાર્યકરના ઘરે પરિવાર સાથે પતંગ ચગાવશે. ત્યાર બાદ તેઓ 15 જાન્યુઆરીના રોજ પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *