- SPORTS, Trending News

INDvNZ:ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટી-20 ટીમની જાહેરાત, ધોની-હાર્દિક બાકાત

BCCIએ રવિવારે ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. 16 સભ્યોની ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બાકાત રાખવામાં આવ્યા છે. આ સિવાય વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, 24 જાન્યુઆરીથી શરુ થનારા ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ પાંચ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ માટે બીસીસીઆઈએ પ્રથમ ટી-20 ટીમની ઘોષણા કરી છે, જ્યારે વન-ડે અને ટેસ્ટ માટે ટીમની પસંદગી કરવાનું બાકી છે.

ન્યુઝીલેન્ડના પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયા કાંગારૂઓ સામે ત્રણ મેચની વન ડે સિરીઝ રમશે. બંને ટીમોની વચ્ચે પ્રથમ વન-ડે મુંબઈમાં 14 જાન્યુઆરીએ રમાશે.

જ્યારે બીજી 17 જાન્યુઆરી રાજકોટ અને ત્રીજી અને છેલ્લી 19 જાન્યુઆરીના રોજ બેંગ્લોરમાં રમાશે. આ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે રવાના થશે.

પાંચ ટી -20 મેચ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કેઅલ રાહુલ, એસ ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *