બિગબોસની આ કન્ટેસ્ટન્ટ પર થયો હતો 13 વર્ષની ઉંમરે દુષ્કર્મનો પ્રયાસ
- ENTERTAINMENT, Trending News

બિગબોસની આ કન્ટેસ્ટન્ટ પર થયો હતો 13 વર્ષની ઉંમરે દુષ્કર્મનો પ્રયાસ

બિગ બોસ 13ના ઘરમાં હાલ કેટલાક કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે લડાઈ-ઝઘડા તો કેટલાક વચ્ચે ફ્રેન્ડશિપ જોવા મળી રહી છે. આ શોમાં દર્શકોને સૌથી વધારે કઈ જોવું ગમતું હોય તો તે છે વીકએન્ડ કા વાર. આ અઠવાડિયાનો વીકએન્ડ કા વાર ખૂબ જ ભાવનાત્મક થવાનો છે. આ અઠવાડિયે, શોમાં દીપિકા પાદુકોણની સાથે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ શોમાં દીપિકા પાદુકોણ સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે. લક્ષ્મીને ઘરમાં જોઈ અને તેના જીવનની વાત સાંભળી ઘરના દરેક સભ્યોની આંખો ભીની થઈ જશે.

આ અંગેનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો રહ્યો છે. જેમાં લક્ષ્મીના જીવનની વાર્તા સાંભળીને બધા રડી પડે છે અને બાદમાં કન્ટેસ્ટન્ટ્સ પણ એક પછી એક તેમની સાથે થયેલા કડવા અનુભવને શેર કરે છે.

આ દરમિયાન કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભાણી આરતી સિંહ બિગ બોસના ઘરમાં પોતાની સાથે બનેલી ઘટના જણાવે છે. આરતીએ જણાવ્યું કે, જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારે તેને ઘરમાં કોઈએ બંધ કરી દીધી હતી અને રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની જીંદગીના આ કડવા સત્યને જણાવતા આરતી ધ્રજી રહી હતી.

ત્યારે, બિગ બોસમાં આવીને દીપિકા પાદુકોણ તે કામ કરશે, જે શોના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. દીપિકા કન્ટેસ્ટન્ટ્સને પોતાની સાથે ઘરની બહાર રાઈડ પર લઈને જશે. દીપિકાની સાથે રાઈડ પર જાઈને કન્ટેસ્ટન્ટ્સ ખૂબ ખુશ થઈ જશે.

જણાવી દઈએ કે, આરતીનું જીવન નાનપણથી જ ખૂબ મુશ્કેલીઓથી ભરેલુ રહ્યું છે. બિગ બોસમાં પણ આરતી ઘણી વખત પોતાની જિંદગી સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ વિશે વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *