- ENTERTAINMENT

‘Bhuj: The Pride of India’નો અજય દેવગણનો લુક રિલીઝ, બન્યો IAF ઑફિસર

ફિલ્મનો અજય દેવગણનો પહેલો લુક રિલીઝ થઈ ગયો છે. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે ટ્વિટર પર આ શેર કર્યું છે. તસ્વીરમાં અજય દેવગન ભારતીય વાયુ સેનાના ગણવેશ પહેરેલા ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોની સામે ઉભા જોવા મળે છે. આ ફિલ્મમાં અજય દેવગણનું પાત્ર વિજય કર્ણિક હશે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક દુધૈયા કરી રહ્યા છે.

અજય દેવગણની ફિલ્મ તાનાજી 10 જાન્યુઆરીએ બૉક્સ ઑફિસ પર રીલિઝ થવા જઈ રહી છે. ફેન્સ તાનાજી ધ અનસંગ વોરિયરમાં કાજોલ અને અજય દેવગનને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

આ ફિલ્મમાં બંને 11 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર તેમની હિટ જોડીને ફરી જીવંત કરવાના છે. આટલા લાંબા સમય સુધી ફિલ્મોમાં દેખાવા છતાં, બંને એકબીજા સાથે ક્યારેય ઑન-સ્ક્રીન પર દેખાયા નહીં. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અજયે આની પાછળનું કારણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *