- CURRENT AFFAIRS

હૈદરાબાદ એન્કાઉન્ટરઃ લોકો પોલીસને ખભે બેસાડી મનાવી રહ્યા છે જશ્ન, જુઓ PHOTO

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે હૈવાનિયત કરનારા ચારે આરોપીઓ પોલીસ સાથે અથડામણમાં માર્યા ગયા છે. તેલંગાણા પોલીસના અનુસાર આરોપીઓને રાષ્ટ્રીય રાજમાર્ગ-44 પર ક્રાઈમ સન રિક્રિએશન કરવા માટે લઈ ગઈ હતી.

આ દરમિયાન આરોપીઓએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ પોલીસે તેમના પર ગોળીઓ ચલાવી દીધી. આ અથડામણમાં ચારે આરોપીઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ મામલે સતત પ્રતિક્રિયાઓ અને અપડેટ આવી રહી છે.

હૈદરાબાદમાં લોકો એન્કાઉન્ટરને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અનેક મહિલાઓએ પોલીસકર્મીઓને રાખડી પણ બાંધી. જે જગ્યાએ એન્કાઉન્ટર થયું હતું, ત્યાં લોકોની ભીડ એકઠી થવાની ચાલુ થઈ ગઈ છે. એટલું જ નહીં લોકો પોલીસવાળાને ખભે બેસાડીને જશ્ન મનાવી રહ્યા છે.

હૈદરાબાદમાં જ્યાં એન્કાઉન્ટર થયું છે, ત્યાં પોલીસનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. મોટી સંખ્યામાં ઓફિસરો પહોંચી રહ્યા છે, આ દરમિયાન ત્યાં હાજર સ્થાનીક લોકોએ હૈદરાબાદ પોલીસકર્મીઓનું સ્વાગત ફુલ વરસાવીને કર્યું અને ખુશીમા ફટાકડા પણ ફોડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *