- CURRENT AFFAIRS

સુરતઃ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં લાગેલી આગ કાબૂમાં

સુરતના રિંગ રોડ પર આવેલી મિલેનિયમ માર્કેટ-2માં આવેલી એક સાડીની દૂકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક 6 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મિલેનિયમ માર્કેટ-2ના ચોથા માળે આવેલી એક સાડીની દૂકાનમાં એસીના કોમ્પ્રેસરમાં શોટ સર્કિટ થતા એવીવેશનામાં આગ લાગી હતી. આગના ધૂમાડા જોઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરવામાં આવતા ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *