- ENTERTAINMENT

રણવીર સિંહે દીપિકાની બિલ્ડિંગમાં ભાડે લીધો ફ્લેટ, ભાડુ સાંભળીને ઉડી જશે તમારા હોશ

દીપિકા પાદુકોણનું ઘર મુંબઈના પ્રભાદેવીમાં બ્યુમંડ ટૉવરમાં છે. આ 33 ફ્લોરની ઉંચી ઇમારતમાં દીપિકાનો ફ્લેટ 26માં માળે છે. દીપિકાએ આ ફ્લેટ વર્ષ 2010માં 16 કરોડમાં ખરીદ્યો હતો. હવે ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ રણવીરસિંહે આ બિલ્ડિંગમાં ચાર બીએચકે ફ્લેટ ભાડે લીધો છે.

રણવીરે આ ફ્લેટ ત્રણ વર્ષ માટે ખરીદ્યો છે. આ ફ્લેટના એક મહિનાનું ભાડુ 7.97 લાખ રૂપિયા છે. રણવીરે આ ફ્લેટ પોતાના માટે અથવા કોઈ કામ માટે લીધો છે, આ વિશેની માહિતી મળી શકી નથી. જણાવી દઈએ કે રણવીર અને દીપિકાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

ઇટાલીના લેક કોમોમાં લગ્ન યોજાયા હતા. દીપિકા પાદુકોણ આજકાલ તેની આગામી ફિલ્મ 'છપાક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેનો કો-સ્ટાર વિક્રાંત મેસ્સી હશે. આ ફિલ્મનું દિગ્દર્શન મેઘના ગુલઝારે કર્યું છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે.

જ્યારે, રણવીર સિંહ તેની આગામી ફિલ્મ '83'ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીર અને દીપિકા ફરી એકવાર જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકા ભજવશે. દીપિકા તેની પત્ની બનશે. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *