- CURRENT AFFAIRS

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, ઉમેદવારોએ કર્યા ટ્વીટ

ગત રવિવારના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 7 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ કેટલીક જગ્યાએ ગેરરીતિ થઈ હોવાની ઘટનાઓ સામે આવતા ઉમેદવારોમાં રોષનો માહોલ સર્જાયો છે.  ઉમેદવારો દ્વારા ટ્વીટર પર #Cancelbinsachivalayexam ના હેશટેગનો ઉપયોગ કરી પોસ્ટો કરવામાં આવી છે તથા ગેરરીતિ મામલે ચોક્કસ પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

આજે જૂનાગઢ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા રદ કરોના સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના કેન્દ્રો પર પરીક્ષા આપતા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે, સુરેન્દ્રનગરની એમ.પી શાહ કોમર્સ કોલેજમાં પેપરના સીલ તૂટેલા હતા.  આ ઉપરાંત મહિસાગરના સંતરામપુરના પણ પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો અને ભરતી રદ કરવાની માંગ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *