- TECHNOLOGY

પાસવર્ડ ચોરી થશે તો ગુગલ કરશે એલર્ટ, આ રીતે કરો ફીચરનો ઉપયોગ

ગુગલ કરશે એલર્ટ

સતત ડેટા લીક થયા પછી ગૂગલે પોતાની એક નવી સર્વિસ શરૂ કરી છે. ગૂગલની આ સેવાનું નામ ગૂગલ પાસવર્ડ મેનેજર છે. ગૂગલના આ પાસવર્ડ મેનેજર દ્વારા, તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને, ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ્સ અથવા કોઈપણ અન્ય વેબસાઇટના પાસવર્ડો સહિત સુરક્ષીત રાખી શકશો. જો તમે ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો તો પાસવર્ડ બદલવાની પણ તમને એક ચેતવણી મળશે.

ડાટા લીક થયો છે કે નહીં, આ રીતે કરો ચેક

ગૂગલના પાસવર્ડ મેનેજર પર જઈને તમે શોધી શકો છો કે તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં. આ માટે, તમારે passwords.google.com પર જવું પડશે. આ પછી, પાસવર્ડ મેનેજર ખુલશે જેમાં તમને ચેક પાસવર્ડનો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કર્યા પછી, ગૂગલ તમને તે સિસ્ટમમાં જીમેલ પાસવર્ડનો પ્રી-લૉગિન કરવાનું કહેશે. પાસવર્ડ દાખલ કર્યા પછી, ગૂગલ તમને જણાવે છે કે, તમારો પાસવર્ડ ક્યાંય વપરાય છે કે નહીં. સાથે તે પણ કહેશે કે તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં.

પાસવર્ડ લીકની જાણકારી મળવા પર તરત બદલો

ઉદાહરણ તરીકે, જો ગૂગલ તમને પાસવર્ડ લિક વિશેની માહિતી આપે છે, તો તમારે તરત જ તમારો પાસવર્ડ બદલવો જોઈએ. આ સિવાય, ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન પણ ચાલુ કરવું જોઈએ. પાસવર્ડ બદલતી વખતે કેટલીક સાવચેતી પણ રાખવી જોઈએ, જેમ કે-પાસવર્ડમાં તમારું નામ અથવા જન્મ તારીખ દાખલ ન કરો. આ સિવાય પાસવર્ડમાં મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું ટાળો. ઉપરાંત, તમારા Gmail એકાઉન્ટનો પાસવર્ડ સમયે સમયે બદલતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *