- CURRENT AFFAIRS

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના ભાવમાં 50 ટકાનો વધારો

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પ્રસાદના ભાવમાં એકાએક 50 ટકા વધારો કરવામાં આવ્યો છે. પહેલા જે પ્રસાદ રુ.10માં મળતો હતો હવે તે જ પ્રસાદ રુ.15માં મળશે. પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારવામાં આવતાં મંદિર ટ્રસ્ટને વર્ષે રૂ.6 કરોડનો ફાયદો થશે.

શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્રારા જણાવ્યું કે, ઘણા વર્ષોથી મંદિરને નુકસાન થતું હતું. પ્રસાદના બોક્સમાં થતાં નુકસાનને બદલે હવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2016-2017માં મંદિરને પ્રસાદમાં 4 કરોડ અને વર્ષ 2018-2019માં મંદિરને 4.43 કરોડનું નુકસાન થયું હતું. મોહનથાળ બનાવનાર એજન્સીને જીએસટી સાથે 15 રૂપિયા 7 પૈસાનો ભાવ મંજૂર કર્યો છે. જેથી પ્રસાદના પહેલા જે રુ.10 હતા તેની બદલ રુ.15 કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *