- CURRENT AFFAIRS, ECONOMY, RELIGION

નોટબંધી બાદ વૈષ્ણો દેવીને દાનમાં મળી આટલા કરોડની જૂની નોટો

વૈષ્ણો દેવીના દર્શને ગયેલા ઘણ બધા ભક્તોની લીલા હેરના કરી નાખે તેવી છે. વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડને નોટબંધી બાદ લગભગ બે વર્ષમાં 2.3 કરોડ રૂપિયાની જૂની 500 કે 1000ની નોટો દાનમાં મળી છે, જે બંધ થઈ ચુકી છે. નવેમ્બર, 2016માં નોટબંધીના તત્કાલ બાદ ફક્ત એક મહિનામાં ઘણા બધા ભક્તોએ તીર્થસ્થાન પર 1.90 કરોડ રૂપિયાની જૂની નોટ ચઢાવી દીધી.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 8 નવેમ્બર, 2016એ નોટબંધીનું એલાન કર્યુ હતુ, જ્યાર બાદ 500 અને હજારની બધી જૂની નોટ ગેરકાયદે માની લેવામાં આવી હતી. જો કે, એક પ્રતિષ્ઠિત સમાચાર પત્ર પ્રમાણે, વૈષ્ણો દેવી ડિસેમ્બર, 2016 બાદ જૂની નોટ ચઢાવવાનો આંકડો ઘટતો ગયો અને ત્યાર બાદ લગભગ 2 વર્ષમાં અત્યાર સુધી 40 લાખ રૂપિયાની જૂની નોટ ચઢાવવામાં આવી.

રિઝર્વ બેંકે તો આવી જૂની નોટો પર નજર રાખવાનું ઘણા સમયથી બંધ કરી દીધું છે, પણ હજુ ઘણી જગ્યાઓ પરથી ઘણા લોકો પાસે આવી જૂની નોટ મળવાની ખબરો આવી જાય છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા પાસે સ્થિત વૈષ્ણો દેવી સ્થાન, આંધ્રના તિરુમાલા તિરુપતિ મંદિર બાદ દેશનું બીજુ સૌથી ધની શ્રાઈન બોર્ડ છે.

વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના સીઈઓ સિમરદીપ સિંહે એક પત્રકારને જણાવ્યુ હતુ કે, 'વૈષ્ણો દેવી સ્થાનને મળનારા દાનમાં કોઈ પ્રકારનો ઘટાડો થયો નથી. તે અત્યારે પણ ઉત્સાહજનક છે, પણ કેટલાક ભક્તો હજુ પણ જૂની નોટ ચઢાવી રહ્યા છે. '

શું થશે આ નોટોનું

સિંહે જણાવ્યું હતુ કે રિઝર્વ બેંક હવે આવી જૂની નોટો લેવાનું બંધ કરી ચુકી છે, તો બોર્ડ જાતે જ તેમને ઉપયુક્ત રીતે નષ્ટ કરવાની યોજના બનાવી રહી છે. વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ પાસે ચઢાવાના રૂપમાં ઘણી કેશ આવે છે. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *