- CURRENT AFFAIRS

જામનગરઃ વિદ્યાર્થીએ પ્રિન્સીપાલ પર કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયા

જામનગરમાં એક એવી ઘટના બનવા પામી છે જેના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી દ્વારા આયોજીત FYBA સેમ-1ની વી.એમ.મહેતા કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાતા તેને કોલેજના કંટ્રોલરૂમમાં લઈ જવાયો હતો.  

દરમિયાન આ વિદ્યાર્થી પર નિયમ પ્રમાણે કોપીકેસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે અચાનક તેણે ઉશ્કેરાઈને ત્યાં પડેલી કાતર વડે પ્રિન્સીપાલ પર હુમલો કરી દીધો હતો. વિદ્યાર્થી દ્વારા કરાયેલા આ હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.

અચાનક બનેલી ઘટનાથી ત્યાં હાજર સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને પ્રિન્સીપાલને બચાવવાનો પ્રયાસ કરવા દોડી જાય તે પહેલા તેમને છાતી અને શરીરની અન્ય એક જગ્યાએ ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સિટી બી.પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસ દ્વારા આ કૃત્ય આચરનાર વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. સાથે જ ગુનો દાખલ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *