- CURRENT AFFAIRS

ગાંધીનગરઃ ઉમેદવારોને મળવા પહોંચેલા હાર્દિકને ધક્કે ચઢાવાયો

રાજ્યભરમાં 17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પરીક્ષા કેન્દ્રો પર પેપર દરમિયાન ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. ઠેર-ઠેર ઉમેદવારો દ્રારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી 5 હજારથી વધુ ઉમેદવારોએ ગાંધીનગર સચિવાલય ખાતે એકત્ર થઇ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. તે દરમિયાન પોલીસ દ્રારા ઉમેદવાર પર દમન ગુજારવામાં આવ્યો હતો.

ત્યારે આંદોલનકારીઓને સમર્થન આપવા કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા અને હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં આંદોલનકારી યુવાનો દ્રારા હાર્દિક પટેલને કાળા વાવટા બતાવી 'હાર્દિક ગો બેક'ના નારા લગાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *