- CURRENT AFFAIRS, POLITICS

કર્ણાટકઃ યેદિયુરપ્પા સરકારે જીત્યો વિશ્વાસ મત

કર્ણાટકના રાજકીય નાટક પર હાલ વિરામ લાગી ગયો છે. યેદિયુરપ્પા સરકારે વિધાનસભામાં વિશ્વાસમત મેળવી લીધો છે. તેના માટે અવાજ દ્વારા વોટિંગ થયું. આ દરમિયાન સદનમાં ભાજપ અને કોંગ્રેસ સભ્યો વચ્ચે તીખી તકરાર પણ થયો. વિપક્ષે મત વિભાજનની માંગ નથી કરી.

આ દરમિયાન યેદિયુરપ્પાએ કહ્યું કે પ્રદેશમાં દુકાળ પડ્યો છે. હું ખેડૂતોને સંબોધિત કરવા માંગુ છું. હું રાજ્ય તરફથી પીએમ ખેડૂત યોજના અંતર્ગત લાભાર્થીઓને 2000 રૂપિયાના 2 હપ્તા આપવાનો નિર્ણય કર્યો છે. હું વિપક્ષને અપીલ કરું છું કે આપણે મળીને કામ કરવું જોઈએ. હું સદનને અપીલ કરું છું કે તે મારા પર એકમતથી વિશ્વાસ વ્યક્ત કરે.

જ્યારે સિદ્ધારમૈયાએ સરકારને શુભકામનાઓ આપતા કહ્યું કે, હું તે પરિસ્થિતિઓ વિશે બોલી શકતો હતો જે અંતર્ગત યેદિયુરપ્પા સીએમ બન્યા. હું તેમના સારા ભવિષ્યની કામના કરું છું અને તેમના આ આશ્વાસનનું સ્વાગત કરું છું કે તે લેકો માટે કામ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *