- CURRENT AFFAIRS

કચ્છમાંથી પાકિસ્તાની બોટ પકડાયા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક

કચ્છઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ભારતમાં ઘુસણોખોરી કરવા અનેક ઉપાયો કરી રહ્યું છે. જેને પગલે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. પાંચ દિવસ પહેલા હરામીનાળા પાસે પકડાયેલી બે પાકિસ્તાની બોટ પરના શખ્સો પરત ગયા કે તે ભારતમાં ઘૂસ્યા તેના પર રહસ્ય સર્જાયું છે.

પાકિસ્તાને કચ્છની સામે પાર મરીન કમાન્ડો ઘણા સમયથી તૈનાત કર્યા છે. પાંચ દિવસ પહેલા BSFને હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. BSF કમાન્ડો દ્રારા સર્ચ ઓપરેશન કરાતા કોઈ પણ પાકિસ્તાની શખ્સો મળી આવ્યા ન હતો. ત્યારે ઘુસણખોરી કરનાર કેટલા શખ્સો હતા, તે પરત પાકિસ્તાન ગયા કે પછી કચ્છમાં ઘુસી ગયા તેના પર રહસ્ય છે.

ત્યારે હવે જ કચ્છમાં અન્ડર વોટર અટેક સહિતના ઇનપુટ મળી રહ્યા છે. આ ઇનપુટને પગલે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. BSF દ્વારા પણ પોતાનો જાપ્તો વધારી દેવામાં આવ્યો હતો.

જૈશ-એ-મહમ્મદે બનાવ્યું છે સાગર જેહાદ નામનું ગ્રુપઃ સુત્રો

સુત્રો જણાવી રહ્યા છે કે કચ્છ બોર્ડર પરથી કોઇ જેવા તેવા સંગઠન નહી પણ કુખ્યાત જૈશ-એ-મહમ્મદ આતંકી ઘુસાડવાની ફીરાકમાં છે. જૈશ-એ-મહમ્મદએ સાગર જેહાદ નામનું ગ્રુપ બનાવ્યું છે. જેમાં આતંકીઓને અન્ડર વોટર ઘુસણખોરી અને જહાજ પર હુમલાની તાલિમ આપવામાં આવે છે. જેને પગલે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.

કંડલામાં અંડર વોટર એટેકની શક્યતાને પગલે હાલ તંત્ર સંતર્ક બન્યું છે. તો સમગ્ર પોર્ટને એલર્ટ જાહેર કરી દેવાયું છે. મરીન કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પોર્ટની આસપાસ પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરી દીધું છે. 

આ એટેકની શક્યતાને પગલે કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. 

મહત્વનું છે કે જમ્મુ કશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારત અને પાક વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ પહેલાં પણ અફઘાનિસ્તાનના શખ્શો ગુજરાતમા ઘૂસ્યા હોવાના ઇનપુટ મળ્યા હોવાનું બહાર આવ્યું હતું. તો કચ્છમાં પણ કેટલાંક દિવસોના આ ઇનપુટ અને ઘટનાક્રમને લીધે એલર્ટ જાહેર કરાયું છે. 

કંડલામાં અંડર વોટર એટેકની શક્યતાને પગલે દીન દયાળ પોર્ટની સિક્યોરિટીને સંતર્ક કરાઇ છે અને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.હાલ મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના ટ્રેનિંગ કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છના હરામી નાળા ક્રીકથી ધૂસ્યા છે અને તેઓએ અંડર વોટર એટેક માટેની ટ્રેનિંગ પણ લીધી હોવાનું મનાઇ રહ્યું છે.

દરીયામાં કોઇ પણ અયોગ્ય હલન ચલન કે સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તમામે તમામ શીપ એજન્ટો અને સંગઠનોને પોર્ટ દ્વારા સૂચના અપાઇ છે. 

આ અંગે પૂર્વ કચ્છના એસપી ડી.એસ વાઘેલાએ જણાવ્યું કે પોર્ટ પર તેની આસપાસના દરેક સ્થળો પર પોલીસ ચેકિંગ કરી રહી છે. મરીન કમાન્ડોની ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે. મરીન પોલીસ દરિયામાં પણ પેટ્રોલિંગ હાથ ધરી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *