- CURRENT AFFAIRS

કચ્છના હરામીનાળામાંથી ફરી મળી આવી 5 પાકિસ્તાની બોટ

કચ્છના હરામીનાળામાંથી BSFને પાંચ પાકિસ્તાની બોટ મળી આવી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને BSF દ્રારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

BSF હરામીનાળા વિસ્તારમાં પેટ્રેલિંગમાં હતી, તે દરમિયાન BSFને 5 પાકિસ્તાની બોટ બીનવારસી હાલતમાં મળી આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે અને BSFએ ઘૂસણખોરોને શોધવા કોમ્બિંગ શરૂ કર્યું છે. બોટની તપાસ કરાતા બોટમાંથી માછીમારોના સામાન સિવાય અન્ય કોઈ વાંધા જનક વસ્તુઓ મળી નથી. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ભારતમાં ઘુસણોખોરી કરવા અનેક ઉપાયો કરી રહ્યું છે. જેને પગલે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ત્યારે થોડા દિવસ પહેલા BSFને કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ અને હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. 

BSF કમાન્ડો દ્રારા સર્ચ ઓપરેશન કરાતા કોઈ પણ પાકિસ્તાની શખ્સો મળી આવ્યા ન હતો.  ત્યારે ઘુસણખોરી કરનાર કેટલા શખ્સો હતા, તે પરત પાકિસ્તાન ગયા કે પછી કચ્છમાં ઘુસી ગયા તેના પર રહસ્ય સર્જાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *