- CURRENT AFFAIRS

કચ્છના સિરક્રીકમાંથી બિનવારસી હાલતમાં મળી આવી બે પાકિસ્તાની બોટ

કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બે પાકિસ્તાની બોટ મળી આવી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને BSF દ્રારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

મળતી મહિતી પ્રમાણે બીએસએફ દ્રારા કચ્છના દરિયાકાંઠાની આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન સિરક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બે બોટ મળી આવી હતી. ત્યારે તંત્રએ એલર્ટ થઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.    

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ભારતમાં ઘુસણોખોરી કરવા અનેક ઉપાયો કરી રહ્યું છે. જેને પગલે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ત્યારે થોડા દિવસ પહેલા BSFને હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. 

BSF કમાન્ડો દ્રારા સર્ચ ઓપરેશન કરાતા કોઈ પણ પાકિસ્તાની શખ્સો મળી આવ્યા ન હતો.  ત્યારે ઘુસણખોરી કરનાર કેટલા શખ્સો હતા, તે પરત પાકિસ્તાન ગયા કે પછી કચ્છમાં ઘુસી ગયા તેના પર રહસ્ય સર્જાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *