- CURRENT AFFAIRS

કચ્છઃ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, 10થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે

કચ્છના નંદગામ પાસે આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી છે. આ આગને પગલે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલી એક ખાનગી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી.  10થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની જહેમત ઉઠાવી રહ્યા છે.

આગ ભીષણ હોવાને કારણે સંપૂર્ણ પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્રારા જણાવવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *