- CURRENT AFFAIRS

કચ્છઃ ઘોરાડની વિલુપ્તીને ધ્યાને લઈ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

ભુજઃ કચ્છની આગવી ઓળખ સમાન "ઘોરાડ" હવે વિલુપ્તીને આરે છે. ત્યારે ભારતના ખ્યાતનામ વન્યજીવ વિશેષજ્ઞ અને સંરક્ષણવાદી ડૉ. રણજીતસિંહજીની આગેવાની હેઠળ કચ્છના પ્રકૃતિપ્રેમીઓ અને સંસ્થાઓ દ્રારા નામદાર સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી ઘોરાડ અને ખડમોર પક્ષીઓને વિલુપ્તીથી બચવવા સરકાર ઝડપી પગલા લે તેવી વિનંતી કરવામાં આવી છે. 

આ અરજીની 15 જુલાઈના રોજ સુપ્રિમ કોર્ટ દ્રારા થયેલ પ્રથમ સુનવણીમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં ડો.અસદ રહેમાની, વન્યજીવ વિશેષજ્ઞ ડો. ધનંજય મોહન અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની નિમણૂંક કરવામાં આવી છે. 

ઘોરાડ અને ખડમોર પક્ષીઓના વધારે ભાગે મોત વીજળીના તારો અને પવનચક્કીઓ દ્વારા ઉભા થઈ રહેલા માળખાઓમાં અથડાઈ જવાથી થાય છે.  આ અગાઉ કચ્છમાં વીજળીના તારોની એક જ લાઈન દ્વારા ત્રણ વર્ષમાં કુલ બે માદા ઘોરાડના મોત નિપજ્યા હોવા છતાં અનેક રજુઆતો બાદ પણ પાવરલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવી નથી. 

તેમજ ગેટકો જેવી કંપની દ્વારા ઘોરાડના નિયમિત ઉડાનના સ્થળો પર બે ફોરેસ્ટ પ્લોટની વચ્ચે જ વિશાળ સબસ્ટેશન બનાવવામાં આવ્યો છે. ઘટી રહેલા ગૌચર અને ઘાસિયા મેદાનો, ઘોરાડ અને ખડમોરના વિસ્તારોમાં થતી ખલેલ, કૃત્રિમ રીતે ઘોરાડ અને ખડમોરના પ્રજનન કાર્યક્રમમાં થઈ રહેલ વિલંબ વગેરે બાબતોને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *